• *સૂર્યગ્રહણમાં શું કરવું ?*
(તમારા મિત્રવતૃળમાં અને સગા સબંધી સાથે શેર કરો )
• શ્રીજી ના વહાલા ભક્તોને ઘણાજ હેતથી જયશ્રી સ્વામિનારાયણ.....
• તા.૨૧-૬-૨૦૨૦ રવીવાર ના રોજ સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ અને તેના પાલનની માહિતી બધા જ ભકતો માટે ઉપયોગી થશે. • *ગ્રહણ વેધ* : તા ૨૦-૬-૨૦૨૦ શનીવારે રાત્રે ૧૦:૧૦ કલાકે (ત્યારબાદ જમવું નહિ ) *ગ્રહણ સ્પર્શ (શરૂ)* : તા.૨૧-૬-૨૦૨૦ રવીવારે સવારે ૧૦:૦૩ કલાકે *ગ્રહણ મધ્ય* : સવારે ૧૧:૫૧ કલાકે *ગ્રહણમોક્ષ (છૂટે )* : બપોરે ૧:૩૨ કલાકે
(૧)ગ્રહણના આરંભમાં રાંધેલું અનાજ અશુધ્ધ થાય છે . તેથી ગ્રહણનો વેધ લાગે તે પહેલાં રાંધેલું અનાજ વાપરી લેવું. (ર)અથાણું,દુધ, દહી,છાસ,ઘૃત, તેલ વગેરેમાં બનાવેલું અનાજ આ સર્વેમાં તલ અને દર્ભ નાખવાથી ગ્રહણમાં પણ આ અપવિત્ર થતું નથી. (૩)સૂર્યગ્રહણ શરૂ થવાનું હોય તેના બાર કલાક પહેલાં વેધ લાગે છે. અને ચંદ્રગ્રહણ થવાનું હોય તેના નવ કલાક પહેલાં વેધ લાગે છે. (૪) ગ્રહણ ના બાર કલાક પહેલાં બાળક,વૃધ્ધ અને રોગી સિવાય બીજા કોઈએ પણ ભોજન કરવું નહીં. (પ) બાળક વૃધ્ધ અને રોગીને પણ ગ્રહણ ના ત્રણ કલાક પહેલાં ભોજન કરવું નહી. (૬) કોઈ પણ વ્યક્તિ ગ્રહણના વેધ દરમ્યાન ભોજન કરે તો તે ત્રણ દિવસના ઉપવાસનું વ્રત કરે તો શુધ્ધ થાય છે. (૭) જે કોઈ સૂર્ય અને ચંદ્રગ્રહણમાં જમે છે. તે તો પ્રાજાપ્રત્ય વ્રત કરવાથી શુદ્ધ થાય છે. (૮) જો રવિવારે રવિગ્રહણ હોય તથા સોમવારે ચંદ્રગ્રહણ હોય તો તે ચુડામણિ નામનો યોગ કહેવાય. આ યોગમાં દાન, હોમ વગેરે કરવાથી વધારે ફળ મળે છે. વળી આ યોગમાં બીજા વારોમાં આવતા સૂર્યગ્રહણની અપેક્ષાએ કોટિ ઘણું ફળ મળે છે. (૯) શાસ્ત્ર મુજબ આઠ વર્ષથી ઓછી ઉંમર હોય તેને બાળક ગણવા અને ૮૦ (એંશી) વર્ષથી વધુ ઉંમર હોય તેને વૃધ્ધ ગણવા.